બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ ઇન્ટરનેટ સેન્સેશનલ રશ્મિકા મંદાના સાથે ફિલ્મ ‘સ્ક્રૂ ઢીલા’માં જોવા મળશે. કરન જોહરે સો.મીડિયામાં આ ફિલ્મનું ટીઝર શૅર કર્યું હતું. ફિલ્મમાં ટાઇગરની સાથે રશ્મિકા મંદાના છે. ફિલ્મને શશાંક ખૈતાન ડિરેક્ટ કરશે.
3 મિનિટના વીડિયોમાં શું છે?
કરન જોહરે શૅર કરેલા વીડિયોમાં શરૂઆતમાં ટાઇગર શ્રોફ એકદમ નબળો લાગે છે અને તેને માર મારવામાં આવે છે. જોકે, પછી તે ફુટેજ જુએ છે અને સામેની વ્યક્તિ સાથે ફાઇટ કરવા લાગે છે.
કરન જોહરે વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘એન્ટરટેઇનમેન્ટનો સોલિડ પંચ આવી રહ્યો છે. ટાઇગર શ્રોફને ‘સ્ક્રૂ ઢીલા’માં લઈને ઘણો જ ઉત્સાહી છું. ફિલ્મમાં એક્શનની નવી જ દુનિયા જોવા મળશે.’
ભારત-વિદેશમાં શૂટિંગ થશે
આ ફિલ્મનું શૂટિંગ ભારત તથા વિદેશમાં કરવામાં આવશે. ફિલ્મનું ફર્સ્ટ શિડ્યૂઅલ યુરોપમાં શૂટ થશે. ફર્સ્ટ શિડ્યૂઅલમાં ટાઇગર તથા રશ્મિકા મંદાના બંને હશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
ટાઇગર શ્રોફ ‘બાગી 4’માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તે વિકાસ બહલની ફિલ્મ ‘ગણપત’માં પણ જોવા મળશે. રશ્મિકા મંદાનાની આ ચોથી હિંદી ફિલ્મ છે. તે અમિતાભ સાથે ‘ગુડબાય’, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘મિશન મજનૂ’ તથા રણબીર સાથે ‘એનિમલ’માં જોવા મળશે.