પંજાબના મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટીના ભગવંત માન મુખ્યમંત્રી બન્યા બાદ અવાર નવાર ચર્ચામાં રહે છે. અગાઉ પણ તેઓના દારૂના નશામાં ચિક્કાર હોય તેવા વિડીયો વાયરલ થયા હતા. ત્યારે પુનઃ એક વાર તેઓ દારૂના નશાના કારણે ચર્ચામાં આવ્યા છે. અને તેઓને દારૂના નશાના કારણે ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા હોવાની વાતો વહેતી થઈ છે. આ બનાવ જર્મનીમાં બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પંજાબના મુખ્યમંત્રી દારૂના શોખીન હોવાનું પહેલેથી જ ચર્ચાઇ રહ્યું છે અને તેઓના અનેક વિડીયો મુખ્યમંત્રી બન્યા બાદ પણ બહાર આવ્યા હતા. હવે તેઓ પુનઃ એકવાર ચર્ચામાં આવ્યા છે.પંજાબના મુખ્યમંત્રી માન ચિક્કાર દારૂના નશામાં હોવાથી જર્મનીમાં ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા હોય તેવો બનાવ બન્યો હતો. જૉકે આપ પાર્ટીનાં સૂત્રોએ જણાવ્યુ હતુ કે ભગવંત માનની તબિયત સારી ન હતી વાસ્તવમાં તેમણે વર્ષ 2019માં દારૂ છોડી દીધો હોવાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટી તેઓનો બચાવ તો કરી રહી છે અને સાથે આગામી ચૂંટણીઓમાં પણ તેની અસર ન વર્તાઇ તેનું પણ ધ્યાન રાખી રહી છે.