Published by : Vanshika Gor
પંજાબમાં ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ગુરુ રવિદાસના પવિત્ર સ્થાન શ્રી ખુરાલગઢ સાહિબ ખાતે વૈશાખીની ઉજવણી કરવા માટે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને ટ્રકે કચડી નાખ્યા હતા. અકસ્માતમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ અકસ્માત ખુરાલગઢ રોડ પર થયો હતો.
આ ઘટનાની વધુ માહિતી મુજબ વૈશાખીના અવસર પર સંત શ્રી ખુરાલગઢ સાહિબથી ચરણચોહ ગંગાના દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા હતા. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં વધુ ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ગંભીર રીતે ઘાયલ પાંચ લોકોને પીજીઆઈ ચંડીગઢમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ધટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.