Published by : Rana Kajal
હવે પગરખા એટલેકે જોડાઓમાં પણ અવનવી શોધ થઈ રહી છે હવે એવા જોડાની શોધ કરવામા આવી છે કે જે વીજળી ઉત્પન્ન કરે છે સાથેજ જીપીએસ હોવાથી માણસ કયા છે તેની જાણ પણ થઈ શકે છે. સાથેજ જોડામાં કેમેરો પણ ફીટ કરવામા આવ્યો છે..દેશનાં પશ્ચિમ બંગાળના ધોરણ 9 માં અભ્યાસ કરતા ચંદેર નગરનાં રહેવાસી સૌવિક શેઠ દ્વારા ઍક એવાં જોડા એટલેકે પગરખાની શોધ કરી છે. જેમા ફીટ કરેલ બેટરી થોડું ચાલવાથી ચાર્જ થઈ જાય છે. તેથી મોબાઈલ ચાર્જ થઈ શકે છે. સાથેજ જોડામાં જીપીએસ ફીટ કરેલ હોવાથી જોડા પહેરેલ માનવી કયા છે તે જાણી શકાશે. સાથેજ આ જોડામાં કેમેરો પણ ફીટ કરવામાં આવેલ છે.આ જોડાને જોવા અને તેના વીશે જાણવા લોકોમાં ઉત્સુકતા જણાઈ રહી છે