Home BOLLYWOOD ‘પઠાણ’ને મળ્યું વિદેશમાં 2500થી વધુ સ્ક્રીનિંગ…વિદેશમાં રિલીઝ થનારી સૌથી મોટી ભારતીય ફિલ્મ..

‘પઠાણ’ને મળ્યું વિદેશમાં 2500થી વધુ સ્ક્રીનિંગ…વિદેશમાં રિલીઝ થનારી સૌથી મોટી ભારતીય ફિલ્મ..

0

બોલિવૂડના ધમાકેદાર એક્ટર શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ આવતીકાલથી ફિલ્મી પરદા પર જોવા મળશે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ આવતીકાલે રિલિઝ થઈ રહી છે. જોકે રિલિઝ થાય તે પહેલા જ ફિલ્મે ઘણા રેકોર્ડો તોડી નાખ્યા છે. તાજેતરના અહેવાલોનું માનીએ તો ‘પઠાણ’ વિદેશમાં રિલિઝ થનારી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.

કહેવામાં આવી રહ્યું છે કે, યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘પઠાણ’ને વિદેશમાં 2500થી વધુ સ્ક્રીનિંગ મળ્યું છે, જે અત્યાર સુધીમાં રિલિઝ થયેલી તમામ ભારતીય ફિલ્મો કરતા વધુ છે. અહેવાલો મુજબ ફિલ્મને 100થી વધુ દેશોમાં રિલિઝ કરવામાં આવી રહી છે.

બીજી તરફ ફિલ્મે એડવાન્સ બુકિંગ મામલે પણ રેકોર્ડ તોડી રહી છે. ભારતમાં આ ફિલ્મે એસ.એસ.રાજામૌલી દ્વારા નિર્દેશીત કરાયેલી બાહુબલી 2 : કન્ક્લૂજન’ને પણ પાછળ છોડી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે, ભારતમાં મંગળવાર સવાર સુધીમાં આ ફિલ્મનનું 8,05,915 ટિકિટોનું બુકિંગ થઈ ગયું છે. જો બાહુબલી 2ની વાત કરીએ તો આ ફિલ્મની 6.50 લાખ ટિકિટોનું બુકિંગ થયું હતું. ખાસ વાત એ છે કે, પઠાણની રિલિઝને માત્ર એક દિવસ બાકી છે અને આશા વ્યક્ત કરાઈ છે કે, ફિલ્મના એડવાન્સ બુકિંગનો આંકડો હજુ ઉપર જઈ શકે છે. આ ફિલ્મને તમિલ અને તુલુગુ ભાષામાં પણ ઘણો રિસ્પોન્સ મળી રહ્યો છે. કલેક્શનની વાત કરીએ તો અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફિલ્મને એડવાન્સ બુકિંગથી થયેલી કમાણીમાં લગભગ 24 કરોડ રૂપિયાનો પાર કરી લીધો છે અને 25 કરોડના આંકડાની નજીક આવી ગઈ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version