- કર્મચારીઓ પેન ડાઉન,પાણી પુરવઠો બંધ કરવા સહિત આંદોલન આગળ ધપાવશે
ગુજરાત રાજ્ય નગર પાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના નેજા હેઠળ આપવામાં આવેલ અચોક્કસ મુદ્દતની હડતાળમાં ભરૂચ નગપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા
છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય નગર પાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા વખોવખત વિવિધ પડતર માંગણીઓ જેવી કે પેન્શન,આઉટ સોર્સિંગના કર્મીઓને કાયમી કરવા,નવી ભરતી પ્રક્રિયા,મહેકમનો પ્રશ્ન સહીત ૨૦ જેટલી માંગણીઓ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ સરકાર દ્વારા પડતર માંગણીઓનું કોઈપણ જાતનું નિરાકરણ નહી કરવામાં આવતા ગુજરાત રાજ્ય નગર પાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા તારીખ-૧૫મી ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે

જેમાં ગુજરાતની ૧૫૭ નગર પાલિકાના તમામ કર્મચારીઓ જોડાયા છે ત્યારે ભરૂચ નગર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળને ટેકો આપી તેઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતારી પડ્યા છે.અને ૧૫મીથી ૧૭મી સુધી પેન ડાઉન,૧૮મી ઓક્ટોબરે પાણી પુરવઠો બંધ કરવા,૧૯મીએ સ્ટ્રીટ લાઈટ બંધ કરવા,૨૦મીએ સફાઈ સહિતના કામો તેમજ ૨૧મી ઓક્ટોબરના રોજ તમામ કામગીરી બંધ કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.