- પતિ પત્ની અને ટ્રાન્સ વુમન રહે છે એક જ છત નીચે
- આ વ્યક્તિ ગયા વર્ષે ટ્રાન્સવુમનને મળ્યો હતો જ્યારે તે શેરીઓમાં ભીખ માંગતી હતી
ઓડિશાના કાલાહાંડી જિલ્લાના નરલામાં એક મંદિરમાં એક 32 વર્ષીય વ્યક્તિએ તેની પત્નીની પૂર્વ મંજુરી સાથે એક ટ્રાન્સવુમન સાથે લગ્ન કર્યા, પત્નીએ માત્ર તેમના લગ્નને સ્વીકાર્યા નથી પરંતુ એક જ છત નીચે ટ્રાન્સવુમન સાથે રહેવા માટે સંમત પણ થઈ છે. ઓડિશાનો એક પુરુષ કે જે બે વર્ષના પુત્રનો પિતા છે તે ગયા વર્ષે રાયગડા જિલ્લાના અંબાડોલા ખાતે ટ્રાન્સવુમનને મળ્યો હતો, જ્યારે તે શેરીઓમાં ભીખ માંગતી હતી. આ વ્યક્તિ માટે તે પ્રથમ નજરનો પ્રેમ હતો. તેણે ટ્રાન્સવુમનનો મોબાઈલ નંબર લીધો અને તેની સાથે સંપર્કમાં રહ્યો. ત્યાર બાદ તે નિયમિત રીતે તેની સાથે વાત કરતો હતો. આ અંગે તેની પત્નીને શક જતાં તતેણીએ પૂછપરછ કરી હતી. જેમાં પુરુષે કબૂલાત કરી કે તે ટ્રાન્સવુમનના પ્રેમમાં છે. અને તે આ સંબંધને લઈને ખૂબ ગંભીર છે. અંતે તેની પત્ની તેના પરિવારમાં ટ્રાન્સવુમનને સ્વીકારવા સંમત થઈ.
તેની પત્નીની મંજૂરી મેળવ્યા પછી, પુરુષે નરલાના એક મંદિરમાં, ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો સહિત મર્યાદિત મહેમાનોની હાજરીમાં એક નાનકડા સમારોહમાં ટ્રાન્સવૂમેન સાથે તેના લગ્ન સંપન્ન કર્યા.
આ લગ્ન અંગે ઓરિસ્સા હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ શ્રીનિવાસ મોહંતીએ જણાવ્યું હતું કે, બીજા લગ્ન, તે સ્ત્રી સાથે હોય કે ટ્રાન્સજેન્ડર, હિંદુ પરિવારમાં, ભારતીય કાયદા મુજબ અનુમતિ નથી. મોહંતીએ કહ્યું, “જો બીજા લગ્ન થાય છે, તો તે રદબાતલ છે અને ભારતીય કાયદા મુજબ દંડનીય કાર્યવાહી માટે યોગ્ય છે.” જો કોઈ પુરુષ બીજા લગ્ન કરે છે જ્યારે તેના પ્રથમ લગ્ન હજી અસ્તિત્વમાં છે, તો હિંદુ કાયદો બીજા લગ્ન સમયે પ્રથમ લગ્નને ‘નિર્વાહ’ તરીકે ગણાવે છે.
જો કે, નવપરિણીત દંપતી, જેમણે ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ખુશ છે. “મારી પત્ની પણ ખુશ છે અને અમને કાયદાની ચિંતા નથી,” તે વ્યક્તિએ જણાવ્યુ.