Home News Update Crime પત્નીનો આક્ષેપ…રૂ. 15 કરોડ માટે મારા પતિએ સતીશ કૌશિકને મારી નાખ્યા… રૂ....

પત્નીનો આક્ષેપ…રૂ. 15 કરોડ માટે મારા પતિએ સતીશ કૌશિકને મારી નાખ્યા… રૂ. 15 કરોડ પાછા ન આપવા ઝેર અપાયુ હોવાની શંકા…

0

Published by : Rana Kajal

અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક સતીષ કૌશિકના સાનવીએ પોતાના પત્રમાં આરોપ લગાવતા દાવો કર્યો છે કે, સતીશ કૌશિકે તેના પતિ વિકાસ માલૂને 15 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. સતીશ પોતાના પૈસા પાછા માગી રહ્યા હતા.સાનવીએ પોતાના પત્રમાં આરોપ લગાવતા દાવો કર્યો છે કે, સતીશ કૌશિકે તેના પતિ વિકાસ માલૂને 15 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. સતીશ પોતાના પૈસા પાછા માગી રહ્યા હતા. તેના માટે તેઓ એક વાર વિકાસને દુબઈમાં મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. વિકાસે કૌશિકને પૈસા પાછા આપવાનું વચન પણ આપ્યું હતું. સાનવીએ આગળ લખ્યું કે, સતીશ કૌશિક વિકાસના ફાર્મ હાઉસમાં બીમાર થયા હતા. આ દરમિયાન બની શકે કે, વિકાસે તેમને ઝેર આપી દીધું હોય, જેથી રૂ 15 કરોડ પાછા આપવા ન પડે. અત્રે નોંધવું રહ્યું કે સાનવી એ ગત વર્ષે જ પતિ વિકાસ માલૂ પર રેપનો આરોપ લગાવ્યો હતો. સાનવીના આવા સીધા પોતાના પતિ પર લગાવવામાં આવેલા આક્ષેપોમા તથ્ય કેટલું છે તે તો પોલીસ તપાસ દરમિયાન જાણી શકાશે હાલતો માત્ર શંકા સેવાઈ રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version