Home BJP પત્રિકા કાંડમાં અલ્પેશ લિમ્બાચિયાને સભ્યપદેથી 6 વર્ષ માટે બરતરફ કરવાનો ભાજપાનો આદેશ…

પત્રિકા કાંડમાં અલ્પેશ લિમ્બાચિયાને સભ્યપદેથી 6 વર્ષ માટે બરતરફ કરવાનો ભાજપાનો આદેશ…

0

Published By : Parul Patel

મેયર વિરુદ્ધની પત્રિકા ફરતી કરનાર પાલિકાના શાસક પક્ષના પૂર્વ નેતા અલ્પેશ લિમ્બાચિયાના ભારતીય જનતા પાર્ટી પર 6 વર્ષ માટે સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

શાસક પક્ષના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચીયાએ મેયરને બદનામ કરતી પત્રિકા ફરતી કરી હતી. જે સામે ભાજપા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. શહેર ભાજપાના પ્રમુખ વિજય શાહ દ્વારા તેઓને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, આપ છેલ્લા ઘણા સમયથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છો તો આપને સસ્પેન્ડ કેમ ન કરવા તે અંગેનો ખુલાસો ચાર દિવસમાં કરવો. આ અંગે અલ્પેશ લીંબાચીયા દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો અને અંતે શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા તેઓને બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ અંગેની જાણ પ્રદેશ કક્ષાએ પણ કરવામાં આવી છે. તેઓને પ્રાથમિક સભ્ય પદેથી આગામી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version