સોના, ચાંદી અને હીરાની શોધખોળ માટે લોકો સદીઓથી પ્રયાસ કરી રહ્યા છે. જે આજદિન સુધી ચાલુ જ છે. હાલમાં મઘ્ય પ્રદેશનાં પન્ના જિલ્લામાં હજારો લોકો હીરાની શોધમાં ગેરકાયદેસર જંગલમાં ખોદકામ કરી રહ્યા છે. તે અંગેનું મુખ્ય કારણ એ જાણવા મળી રહ્યું છે કે મઘ્ય પ્રદેશના પન્ના શહેરથી આશરે 2 કિલોમીટર દૂર રૂંઝ નદી પર ડેમનુ બાંઘકામ ચાલી રહ્યું છે જેનાં ખોદકામ દરમિયાન ધુળમાંથી હીરા મળ્યા હોવાની વાતો વહેતી થઈ હતી. ત્યારથી જ મઘ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી તેમજ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાંથી હજારો લોકો પન્ના જિલ્લાનાં વિસ્તારોમાં ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યા છે. ઍક ગણતરી મુજબ ગત સપ્ટેમ્બર માસ દરમિયાન આશરે 20 હજાર કરતા વધુ લોકો હીરાની શોધમાં ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યા હતા. કેટલાકે 3 થી 4 ફૂટના ખાડા તો કેટલાકે 10 ફુટ કરતા ઉંડા ખાડા ખોદી કાઢ્યા હતા. હીરાની શોધમાં લોકો હવે જંગલ વિસ્તાર પણ ખોદી રહ્યા છે. આટલા વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર ખોદકામ થતુ હોવા છતાં પન્ના જિલ્લાનાં ક્લેક્ટર સંજીવ કુમાર મિશ્રાએ હીરાની શોધમાં થતાં આવા ખોદકામ અંગે માત્ર એટલુ જ જણાવ્યુ હતુ કે તપાસ કરાવીશુ.
પન્ના જિલ્લામા જંગલોમાં ખોદકામ કરી લોકો હીરા શોધી રહ્યાં છે…
RELATED ARTICLES




