Published By:- Bhavika Sasiya
- તેમ છતાં પપૈયું નુકશાન કારક પણ સાબીત થઈ શકે…
- સામાન્ય રીતે આરોગ્ય માટે પપૈયું ખાવુ સારૂ, પરંતું કેટલીક વખત પપૈયાની આડઅસર પણ થઈ શકે છે…
જેમકે જો લોહી પાતળું કરવાની દવા લેતાં હોવ તો પપૈયુ ખાવુ જોઈએ નહી તેનાથી રિએક્શન આવી શકે છે.
કાચા અથવા અર્ધ પાકેલા પપૈયાનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી પપૈયાની કેટલીક આડઅસર હોય છે, સોનેરી કલરના પીળા પપૈયા એ ડાયેટરી ફાઈબરનો સ્વસ્થ સ્ત્રોત છે. પપૈયામાં કેલરી અને ચરબી ઓછી હોય છે. પપૈયાના વધુ પડતા સેવન કરવાથી સ્વાસ્થ્ય બાબતે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ ફળ દરેક માટે આરોગ્યપ્રદ માનવામાં આવતુ નથી. પપૈયું માત્ર સગર્ભા સ્ત્રીઓ માટે જ નહીં પણ પાચનશક્તિ અને એલર્જીવાળા લોકો માટે પણ હાનિકારક હોઈ શકે છે. પપૈયા ખાવાથી ઘણા પ્રકારની આડ અસર થાય છે.પપૈયામાં રહેલા લેટેક્ષ લોહીને પાતળું કરવાની અસરોને વધારવાની ક્ષમતા ધરાવે છે. આથી, જો તમે કોઈ લોહી પાતળું કરવાની દવા લેતાં હોવ પપૈયું ખાવું જોઈએ નહીં. પપૈયા અતિસારમાં વધારો કરી શકે છે જો વધુ પડતું સેવન કરવામાં આવે તો તમને ડિહાઇડ્રેશનના જોખમ વધી શકે છે.
સાથેજ પપૈયામાં કબજિયાત માટે અસરકારક કુદરતી ઉપચાર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વધુ પડતું સેવન કરવાથી તમારા શરીર પર તેની નેગેટિવ ઈફેક્ટ પડે છે. ફાઈબરના વધુ પડતા સેવનથી પણ કબજિયાત થઈ શકે છે.કાચા પપૈયાનો ઉપયોગ પ્રેગનેન્ટ મહિલા માટે ખતરનાક સાબિત થાય છે. એક સંશોધન પ્રમાણે કાચા અથવા અર્ધ પાકેલા પપૈયાનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી. એટલે કે ગર્ભવતી મહિલાએ પપૈયાનુ સેવન કરવું સુરક્ષિત નથી. પ્રેગનેન્ટ મહિલાઓ માટે ખૂબ જ નુકસાન કારક છે.