Published By : Anu Shukla
- પરીક્ષા માટે નિમાયેલી કોઈ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં જતા અટકાવવા કે ધમકાવવા બદલ પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે
13-13 સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થયા બાદ જાગેલી સરકારે આજે વિધાનભામાં બોર્ડ, યુનિવર્સિટી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અંગેનું વિધેયક રજૂ કર્યું છે. જેમાં ગેરરીતિ આચરનારાઓને ત્રણ વર્ષ સુધી કેદની જોગવાઈ છે.
- પરીક્ષા માટે નિમાયેલી કોઈ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં જતા અટકાવવા કે ધમકાવવા બદલ પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે
- પ્રવેશ ન કરવા દેનાર કે ધમકાવનાર વ્યક્તિ સામે ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીનો આર્થિક દંડ
- પરીક્ષાર્થી અને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવેલ વ્યક્તિ જો પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરે છે તો તેને 10,00,000 થી ઓછો નહીં તેટલો દંડ અને વધુમાં વધુ દસ વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ
- આયોજન પૂર્વક પરીક્ષામાં ગેરરીતી આચાર્ય એટલે કે પેપર ફોડવા જેવી બાબત અંગે ઓછામાં ઓછી સાત વર્ષની કેદની સજા અને વધુમાં વધુ દસ વર્ષની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે
- કોઈ પરીક્ષાથી ગેરરીથી પકડાઈ અને ગુનો સાબિત થાય તો તેને બે વર્ષ માટે કોઈ જાહેર પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે
વિધેયકમાં પરીક્ષાર્થીઓએ મેળવેલી અનઅધિકૃત મદદ, ગેરરીતિ કરવા કે આચવાને અટકાવવા બાબતોનો સમાવેશ કરાયો છે. ઉપરાંત પ્રશ્નપત્ર અને ઉત્તરવહી તથા ઓએમઆર શીટ અનઅધિકૃત કબ્જો લેવાય તેની સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. પરીક્ષા કાર્ય સોંપવામાં આવ્યું હોય અથવા તેવી કોઈ વ્યક્તિ થકી પેપર ફૂટી જતું અટકાવવા બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં પ્રવેશ પર પ્રતિબંધ તથા જાહેર પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર સિવાય કોઈ સ્થળનો ઉપયોગ ન કરવાનો સમાવેશ છે.
23 પ્રકારની જોગવાઈઓ સાથે પેપર ફોડનાર કૌભાંડીઓ વિરુદ્ધ તખ્તો તૈયાર કરાયો
વ્યવસ્થાપક મંડળ, સંસ્થા કે અન્ય થકી કરવામાં આવતાં ગુના સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. મદદ કરવા પર મનાઈ, ગુનો અને તેની શિક્ષા દોષિત ઠરેથી બાકાત રાખવાનો પણ સમાવેશ છે. 23 પ્રકારની જોગવાઈઓ સાથે પેપર ફોડનાર કૌભાંડીઓ વિરુદ્ધ તખ્તો તૈયાર કરાયો છે. પેપર લીક દોષી પરીક્ષાર્થીને 2 વર્ષ માટે જાહેર પરીક્ષાથી બાકાત રખાશે. પેપર લીક કે કાવતરું કરનાર દોષીની જંગમ, સ્થાવર મિલ્કતનું વેચાણ કરી વસૂલાત કરવામાં આવે તેવી પણ જોગવાઈ છે.
ગેરરીતિ કરનાર પરીક્ષાર્થીને 3 વર્ષની કેદની સજા, 1 લાખથી વધુના દંડની જોગવાઈ
વિધેયક 2023ના અધિનિયમ હેઠળ ગુનાની તપાસ પીઆઈ કે તેમનાથી ઉચ્ચ અધિકારીથી કરાવવાની જોગવાઈ છે. ગેરરીતિ કરનાર પરીક્ષાર્થીને 3 વર્ષની કેદની સજા, 1 લાખથી વધુના દંડની જોગવાઈ છે. પરીક્ષાનું સુપરવિઝન કરતાં વ્યક્તિઓને ફરજમાં અડચણ કરનારને 3 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. જાહેર પરીક્ષામાં કોઈ વ્યક્તિ કાવતરું કરે તો પાંચથી દસ વર્ષની જોગવાઈ છે.