Published by : Rana Kajal
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. જયારે આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 182 સીટમાંથી 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. આમ કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન રહ્યું હતુ. હવે કોંગ્રેસે વિપક્ષી નેતા તરીકે OBC ચેહરાને મેદાનમાં ઉતાર્યો છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડાને વિપક્ષી નેતાની જવાબદારી મળી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ હવે પ્રદેશ પ્રમુખ બદલવાની વાત ચાલી રહી છે. આ દરમિયાન પરેશ ધાનાણી રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જમ્મુ કશ્મીર પહોંચ્યા હતા. જેથી પરેશ ધાનાણીનું નામ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ યાદીમાં ચાલી રહ્યું છે પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરને સુકાન સોંપાયું હતું પરંતુ જગદીશ ઠાકોર તેમાં નિષ્ફળ રહ્યા છે. આમ કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં વધારે નુકશાન થયું છે. આ સાથે કોંગ્રેસ વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાને જવાબદારી મળી છે. ત્યારે હવે વિપક્ષ નેતા અને પક્ષ પ્રમુખ બંને OBC ચેહરાને કોંગ્રેસ પ્રધાન્ય આપવાનું રિસ્ક નહિ લે. જેના પરિણામે ૨૦૨૪માં પ્રદેશ અઘ્યક્ષ બદલાઇ શકે છે. અને તે પરેશ ધાનાણી હોઇ શકે છે. પ્રદેશ અઘ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની જગ્યાએ હાલ પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે.




