Published by : Vanshika Gor
કોંગ્રેસે દાવો કર્યો છે કે, પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર પોલીસે ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો છે. ખેડા દિલ્હીથી રાયપુર જતી ફ્લાઇટમાં બેસવાના હતાં. પણ તેમને રાયપુર જતાં રોકવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ અંગે ભાજપે તેમના સામે પોલીસ ફરિયાદ કરી છે.
પવન ખેડાએ હાલમાં જ અદાણી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો અટલ બિહારી વાજપેયી જેપીસી બનાવી શકે છે તો નરેન્દ્ર ગૌતમદાસ મોદીને શું પ્રોબ્લેમ છે? જોકે, આ નિવેદન પછી ખેડાએ તેમની આસપાસ હાજર લોકોને પૂછ્યું કે, શું તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મિડલ નામ સાચુ લીઘું છે ને?
કોંગ્રેસનો દાવોઃ ખેડાને ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા
કોંગ્રેસે ટ્વીટ કરીને જમાવ્યું કે, આજે ઇન્ડિગોની ફ્લાઇટ 6E-204થી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિલ્હીથી રાયપુર જઈ રહ્યા હતાં. ત્યારે તે ફ્લાઇટમાં બેસી ગયા હતાં. ત્યારે અમારા નેતા પવન ખેડાને ફ્લાઇટમાંથી નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. તાનાશાહે અધિવેશન પહેલાં EDની રેડ કરાવી અને ગવે આવી હરકત પર આવી ગયા છે. કોંગ્રેસનું છત્તીસગઢના રાયપુરમાં કાલથી અધિવેશન શરૂ થઈ રહ્યું છે.
નામ દામોદર દાસ, કામ ગૌતમ દાસ સમાનઃ ખેડા
કોંગ્રેસના પ્રવક્તા ખેડાએ ફરી કહ્યું કે, નરેન્દ્ર ગૌતમ દાસ મોદીને શું પ્રોબ્લેમ છે? કોંગ્રેસ નેતાએ પછી પૂછ્યું કે, શું તે ગૌતમ દાસ અથવા દામોદર દાસ છે? આ દરમિયાન પવન ખેડા હસ્યા અને કહ્યું કે, ભલે નામ દામોદર દાસ છે, પણ તેમનું કામ ગૌતમ દાસ સમાન છે. આ પછી એક ટ્વીટમાં ખેડાએ સ્પષ્ટ કર્યું કે, તે હકિકતમાં વડાંપ્રધાનના નામથી ભ્રમિત હતાં.
પવન ખેડાએ વડાપ્રધાન પર કરેલાં આ નિવેદનને લીધે રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ ફરીએકવાર સામ-સામે છે. પવન ખેડા વિરુદ્ધ ભાજપ રોડ પર ઉતરીને પ્રદર્શન કરી રહી છે. ગૃહમંત્રી અમિતશાહે પણ કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન કર્યું છે. એટલું જ નહીં ભાજપે પવન ખેડા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે.