Home Bharuch પવિત્ર શ્રાવણ માસમાં કરો અમરનાથની ગુફામાં બિરાજમાન ભગવાન ભોળાનાથના દર્શન

પવિત્ર શ્રાવણ માસમાં કરો અમરનાથની ગુફામાં બિરાજમાન ભગવાન ભોળાનાથના દર્શન

0

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથની ગુફામાં બરફાની બાબાની પ્રતિકૃતિના દર્શન કરવા ભક્તોની ઉમટી પડી હતી

ઝઘડિયા તાલુકા શિયાલી ગામે બરફની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે. આ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. પવિત્ર શ્રાવણ માસમાં બરફાની ગુફા એક મહિના માટે ખુલ્લી રહે છે.જાહેર દર્શનાર્થે શ્રાવણમાં ખુલ્લી મુકાતી અમરનાથ ગુફામાં બિરાજમાન કરાયેલા બરફના શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં રોજ ભક્તો આવી રહ્યાં છે.

આશ્રમનાં બ્રહ્મનિષ્ઠ મહારાજ ક્રુષ્ણ સ્વરૂપ મહારાજ એ જણાવ્યુ હતું કે આશ્રમમાં ધ્યાનયોગ, જ્ઞાનયોગ, એકાગ્રતા કેળવવા માર્ગદર્શન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની જ્ઞાન, આત્મશકિતની વૃિદ્ધ થાય તે માટે સરસ્વતી ઉપાસનાની પુિસ્તકા અને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સરસ્વતી માતાના છ મુખી રૂદ્વાક્ષ વિના મુલ્યે પ્રસાદી સ્વરૂપ વિતરણ કરવામાં આવે છે.

ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.એક શ્રદ્ધાળુ પરિવારે જણાવ્યું હતુ કે તેઓ પ્રત્યેક શ્રાવણ માસમાં અચૂક દર્શનાર્થે આવે છે અને પવિત્ર અમરનાથ ધામ જેવી અનુભૂતિ અનુભવે છે શાંત રમણીય વાતાવરણ વચ્ચે આવેલ આ તીર્થ સંકુલમાં અન્ય દેવી દેવતાઓના મંદિરો પણ આવ્યાં છે. જે અવલોકિક મન ને તૃપ્તિ આપે છે..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version