Published by: Rana kajal
- ચૂંટણીમાં ગરબડ થશે તો સીબીઆઇ તપાસ કરશે…
આગામી તા 8 જુલાઇની પંચાયતની ચૂંટણી અગાઉ થયેલ હિંસાના પગલે હાઇકોર્ટે કડક વલણ અપનાવી એમ જણાવ્યુ છે કે પંચાયતી ચૂંટણીમાં ગડબડ થશે તો તેની તપાસ સીબીઆઇ કરશે. સાથેજ આવનાર 24 કલાકની અંદરજ પશ્ચિમ બંગાળમાં 82 હજાર જવાનો તૈનાત કરવા પણ ચૂંટણી પંચને હાઇકોર્ટે આદેશ કર્યો છે. તે સાથેજ આગામી 8 જુલાઈના રોજ થનારી સ્થાનિક એકમોની ચૂંટણી માટે હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળો તૈનાત કરવા સામે મુખ્ય મંત્રી મમતા બેનરજીના વિરોધને પણ હાઇકોર્ટે ફગાવી દીધો હતો. મુખ્ય મંત્રી મમતાએ જણાવ્યુ હતુ કે પંચાયતી ચૂંટણી એ રાજ્યનો વિષય છે તેથી કેન્દ્ર સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તેના જવાબમાં હાઇકોર્ટે જણાવ્યુ કે ચૂંટણી કરાવવી એ હિંસાનું લાયસન્સ નથી અત્રે નોંધવું રહ્યું કે પશ્ચિમ બંગાળમાં પંચાયતી ચૂંટણી અગાઉ પણ હિંસાના બનાવો બની રહ્યા છે ત્યારે હાઇકોર્ટે દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ખાસ તાકીદ કરી હતી