Published by : Rana Kajal
સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. તેવામાં પશ્ચિમ બંગાળમાં ગરમીનો પ્રકોપ વધુ જણાતાં શાળા – કૉલેજ ઍક સપ્તાહ બધ રાખવા આદેશ અપાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતુ કે રાજ્યમા ગરમીનો પ્રકોપ વધી રહયો છે. ત્યારે સોમવાર તા. 17 એપ્રિલથી તા. 22 શનિવાર એક સપ્તાહ સુઘી રાજ્યની તમામ શાળા કોલેજો એક સપ્તાહ સુઘી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે નોંધવું રહ્યું કે ભીષણ ગરમીના કારણે માથા દુખાવાની તેમજ ઉલ્ટીઓ થતી હોવાની ફરીયાદો રાજ્યમા વધી ગઈ હતી. એટલુજ નહી પરંતું સરકારે લોકોને આ દિવસો મા બપોરના 12 થી 4 ના સમયમા બહાર ન નીકળવા અંગે સલાહ આપી છે તો સાથે હવામાન ખાતાએ આવનારા દિવસોમાં હજી ગરમીનો પ્રકોપ પશ્ચિમ બંગાળમા વધે તેવી આગાહી કરી છે.