Published by : Rana Kajal
પશ્ચિમ બંગાળમાં રહસ્યમય ધટના બની હતી. જેમાં સરકારી દસ્તાવેજો સળગાવવામાં આવ્યા હતા. જોકે CBI -EDના અઘિકારીઓ તાત્કાલિક તપાસ અર્થે ધટના સ્થળે પહોંચી ગયા હતા. હાલના દિવસોમાં જ્યારે પશ્ચિમ બંગાળમાં આજકાલ શિક્ષક ભરતી કૌભાંડ અંગે વિવિધ પ્રકારની તપાસ ચાલી રહી છે. ત્યારે આ બનાવ બનતા રહસ્ય વધુ ઘેરું બન્યું છે. સરકારી દસ્તાવેજો દક્ષિણ 24 પરગણાના ભાંગડ વિસ્તારનાં એક મોટા મેદાનમાં સળગાવવામાં આવ્યા હતા. જૉકે સળગાવેલા દસ્તાવેજો શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંબધિત હતા કે કેમ તે એક તપાસનો વિષય બની ગયો છે. CBI અને ED ની ટીમો ધટના સ્થળે પહોંચી ગઇ હતી.