- ઘર બહાર રમતી બાળકીને દુકાનમાં લઈ જઈ શારીરિક અડપલાં કરતા રડતી બાળકીને દુકાન ખોલી ભગાડી મૂકી હતી
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાળકીને ચોકલેટ આપવાના બહાને દુકાનમાં બોલાવી શારીરિક અડપલાં કરનાર દુકાનદારને ભરૂચના એડીશનલ સેશન્સ અને સ્પેશ્યલ પોક્સો અદાલતે 5 વર્ષની કેદની સજા ફટકારી છે.ભરૂચ શહેરના રોહિતવાસમાં રહેતી બાળકી દાદીના ઘર રમતી હતી. દરમ્યાન આરોપી સિદ્દીક અલી ઇશાક દંટીએ બાળકીને ચોકલેટ આપવાના બહાને દુકાનમા બોલાવી દુકાનમા અંદર લઈ જઈ દરવાજો બંધ કરી દીધો હતો.હીન માનસિકતા સાથે બાળકી સાથે શારીરિક અડપલાં કરવા લગતા બાળકી રડવા લાગતા દુકાનદારે દરવાજો ખોલી ભગાડી મૂકી હતી. ઘટનાથી ભયભીત બાળકી દોડીને દુકાનની બહાર આવી ગઈ હતી અને બનાવની જાણ તેની ફોઇ અને દાદીને કરી હતી.બાળકીના પિતાએ ઘટના બાબતની ફરિયાદ ભરુચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે કેસ ભરૂચના એડીશનલ સેશન્સ અને સ્પેશ્યલ પોક્સો અદાલતના જજ એ. કે. રાવની કોર્ટમાં ચાલી ગયો હતો.સરકાર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ આર. જે. દેસાઈએ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા સ્પેશ્યલ પોક્સો જજ એ. કે. રાવ દ્વારા મોટા નાગોરીવાડ ખાતે રહેતા આરોપી સિદ્દીક અલી ઇશાક દંટીને તકસીરવાર ઠેરવ્યો હતો. દુકાનદારને 5 વર્ષની કેદની સજા તથા પોકસો હેઠળ 3 વર્ષની કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકરાયો હતો.