Published By : Patel Shital
- વિપક્ષ કોંગ્રેસને સાથે રાખી લોકોએ કરી વીજ કંપનીમાં રજુઆત…
- એક જ ડીપી ઉપર કેટલીય સોસાયટીને લઈ હાઈ-લો વોલ્ટેજની સમસ્યા…
ઉનાળાની આકરી ગરમીમાં પશ્ચિમ ભરૂચમાં રાતે લોકોના પંખા અચાનક ફાસ્ટ તો લાઇટો થઈ રહી છે ડીમ. વીજ વોલ્ટેજ વધ-ઘટને લઈ સર્જાતી સમસ્યા મુદ્દે પાંચબત્તી વીજ કંપની ખાતે લોકોની પસ્તાળ.
ભરૂચ શહેર અને જિલ્લામાં ઉનાળાની આકરી ગરમી સાથે પ્રજાજનો વીજ સમસ્યા સામે પણ ઝઝૂમી રહ્યાં છે. ઉનાળામાં વીજ ડિમાન્ડ સાથે વપરાશ વધતા તેની સીધી અસર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નેટવર્ક અને લોકોના ઘરમાં રહેલા ઉપકરણો ઉપર પડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ ભરૂચની સોસાયટીમાં રાત પડતા જ પંખા ધીમા-ફાસ્ટ અને લાઇટો ઝબુક ઝબુક થવા લાગે છે. વીજ વોલ્ટેજ હાઈ-લો થવાના કારણે લોકોના ઉપરકરણોને પણ નુકશાન થઈ રહ્યું છે. સાથે વીજ વિક્ષેપની સમસ્યા પણ વધી છે. જે અંગે રજુઆત કરવા પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકો પાંચબત્તી વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા. સાથે વિપક્ષી કોંગ્રેસના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા પણ જોડાયા હતા. વીજ ક્ષતિઓ અંગે લોકોએ અધિકારીને રજુઆત કરી તેનું તાકીદે નિરાકરણ લાવવા માંગણી કરી છે.