ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીક આબાદ નગર સોસાયટીથી મનુબર તરફ જવાના રોડ પર શાકભાજી- ફ્રુટની લારીઓ અને પથારાવાળાઓ અડિંગો જમાવતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
નોકરિયાત વર્ગ દ્વારા વાહનો પાર્ક કરી માર્ગ સાંકળો કર્યો હોવાના આક્ષેપ
મનુબર ચોકડી પાસે દહેજની કંપનીઓમાં નોકરી કરવા જતા નોકરિયાત વર્ગ દ્વારા આડેધડ વાહનો પાર્ક કરી દેવાતા સ્થાનિક સોસાયટીના રહીશોએ આ બાબતે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે જેને પગલે આજરોજ સ્થાનિકો નગર પાલિકાની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને પાલિકા દ્વારા તાત્કાલિક દબાણો દૂર કરવા સાથે પ્રશ્નનું નિરાકરણ આવે એવી માંગ કરી છે.