Published By : Patel shital
પહેલીવાર અશક્ય કહી શકાય તેવી બાબતો શક્ય બની રહી છે. જેમ કે અંતરિક્ષમાં ઉગાડેલા 2 હજાર કિલો ટામેટા ધરતી પર લવાઈ રહ્યા છે. આવનારા દિવસોમાં જો ધરતી પર શાકભાજી ઉગાડવા જગ્યાની અછત સર્જાય તો હવે અંતરિક્ષમાં પણ શાકભાજી ઉગાડી શકાય છે…!!!
મળતી માહિતી મુજબ અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલ આશરે 2 હજાર કિલો ટામેટા ધરતી પર લવાઈ રહ્યા છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઇ.એસ.એસ માં અવકાશયાત્રીઓ દ્વારા ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આઇ.એસ.એસ માં ટામેટાને ફ્રીઝ કરી પોષણ તત્વોની ચકાસણી કરવામાં આવી હતી. અવકાશમાં છોડ અને શાકભાજી ઉગાડવાની ક્ષમતા અને તેની ગુણવત્તા અંગે સતત સંશોધન થઇ રહ્યુ છે.