Published By : Patel Shital
- લેબમાં આવુ ખનીજ બનવુ અશક્ય…
- આકાશમાંથી વીજળી ત્રાટકે અને ખનીજ મળી આવ્યું હોય તેવી ધટના…
આ અંગે વિગતે જોતા અમેરિકાના ફ્લોરિડામા એક વૃક્ષ પર વીજળી પડયા બાદ એક ખાસ ફોસ્ફરસ બન્યુ હતુ.
જો કે આ પ્રકારનું ખનીજ આ પહેલા પૃથ્વી પર જોવા મળ્યું નથી. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતુ કે આ ખનીજ નવું છે અને ખુબ ઉપયોગી છે તેમજ પૃથ્વી અને અવકાશ સાથે જોડતી મહત્વની કડી તરીકે પણ આ ખનીજને ઓળખવામાં આવે છે. આ અંગે વધુ વિશ્લેષણ જોતા વિજ્ઞાનીઓએ જણાવ્યું હતુ કે વીજળી જે ઝાડ સાથે અથડાઈ હતી તેમાં કાર્બનનું દહન થયુ હતું. વૃક્ષના મૂળિયાની ચારે તરફ મોજૂદ લોહ તત્વ અવકાશી ઊર્જા એટલે કે અવકાશી વીજળીના સંપર્કમાં આવતા જ કેલ્શિયમ ફોસફાઇટમાં બદલાઈ ગયા હતા અને પરિણામે નવા જ અને ઉપયોગી ખનીજનુ સર્જન થયુ હતું.