Published By : Patel Shital
- સરકારે સબસીડીમાં ઘટાડો કરવાના નિર્ણયથી ઉભી થયેલ પરિસ્થિતિ…
આવનાર તા. 1 જૂનના રોજથી ઇલેક્ટ્રિક સ્કૂટર મોંઘા થઈ જશે. સરકારે સબસીડી ઓછી કરવાના લીધેલ નિર્ણયના પગલે ઇલેક્ટ્રિક સ્કૂટરો મોંઘા બનશે.
ફાસ્ટર એડોપ્શન ઑફ મેન્યુફેકચરિંગ ઑફ ઇલેક્ટ્રિક વેહિકલ્સ FAME હેથળ ઇલેક્ટ્રીક સ્કૂટર અંગે સબસીડી આપવામાં આવતી હતી. આ સબસીડી ઘટાડી દેવામાં આવી છે. એટલુ જ નહી પરંતુ વર્ષ 2024 પછી સબસીડી સંપૂર્ણ બંધ થઈ જાય તેવી પણ શક્યતાઓ છે. જો કે સબસીડી ઘટાડવા પહેલા સરકારે 24 ઇલેક્ટ્રીક સ્કૂટર ઉત્પાદકો સાથે મિટિંગ યોજી હતી ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો આવ્યો હતો.
પેટ્રોલના વધતા જતા ભાવોના પગલે યુવાનો અને નોકરિયાત વર્ગનું આકર્ષણ ઇલેક્ટ્રિક સ્કૂટર તરફ વધ્યું હતું. જો કે ઇલેક્ટ્રિક સ્કૂટર સળગી જવાના બનાવો પણ વધતા કેટલાક લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવામાં ખચકાટ પણ અનુભવી રહ્યા છે.