- ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ પ્રોજેકટનું 85% કામ પૂર્ણ થયું
- શહેરમાં આવેલ માતરીયા તળાવની જેમ હવે અંકલેશ્વરમાં પણ વોક વે સહિત ગાર્ડન બનશે
- અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં પોણા એક કિમીનો વોકિંગ ટ્રેક ઉભો કરાશે..
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાંચ કરોડના ખર્ચે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભરૂચી નાકા વિસ્તારમાં પોણા એક કિલોમીટરના વિસ્તારમાં વોકિંગ ટ્રેક ઊભો કરવાના પ્રોજેકટનું 85% કામ પૂર્ણ થયું
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કાર્યો પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે સાથે નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટીફિકેશન માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન હાથ ધરાયુ છે.

ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ પ્રોજેકટનું 85% કામ પૂર્ણ થયું
જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામનું 85% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટની વાત કરીએ તો પાલિકા દ્વારા લાઇટિંગ, ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે સાથે ફેબ્રુઆરીના અંત સુધીમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે.સાથે લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે.

ભરુચ શહેરમાં આવેલ માતરીયા તળાવની જેમ હવે અંકલેશ્વરમાં પણ વોક વે સહિત ગાર્ડન બનશે
અંકલેશ્વરની આગવી ઓળખ એવો સુંદર પ્રોજેક્ટ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં તેની કામગીરી ચાલી રહી છે. ટૂંક જ સમયમાં આ પ્રોજેક્ટના કામનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા થનાર આ પ્રોજેક્ટમાં તળાવ બનાવવામાં આવ્યું છે. તેની આજુબાજુમાં વોક વે ઉભો કરવામાં આવ્યો છે. સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું છે. તેમજ નાના બાળકો માટે રમત-ગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવશે. સાથે સાથે લોકો કસરત કરી શકે તે માટે પણ અહીં તેઓના જીમના સાધનો મૂકવામાં આવશે. તો અહી એક્યુપ્રેશર વોક વે પણ બનાવવામાં આવશે. પાંચ કરોડ રૂપિયામાં બજેટનો આ પ્રોજેક્ટ જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં તૈયાર થઈ જશે ત્યારબાદ તેનું લોકાર્પણ કરવામાં આવશે.
વિનામૂલ્યે લોકોને પ્રવેશ આપવામાં આવશે
હાલ તો વિનામૂલ્યે લોકોને પ્રવેશ આપવામાં આવશે તેમ નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું. અહીં ત્રણ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. અહીંનો પોણા 1 km નો વોક વે માં વહેલી સવારે લોકો મોર્નિંગ વોક, ડાયાબિટીસના દર્દીઓ પણ વોક કરી શકશે. એક્યુપ્રેશર વોક વે પણ બનાવવામાં આવ્યો છે.