Published By:-Bhavika Sasiya
વિશ્વમાં ઘણી વખત જે તે દેશમા વસતા લઘુમતીઓની પરિસ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવે છે જેમકે ઘણાં સંગઠનો ભારતના લઘુમતી સમાજ એવાં મુસ્લિમોની સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરે છે ત્યારે પાકિસ્તાની યુટ્યુબર શોએબ ચૌધરીએ પાકિસ્તાનની આર્થિક દુર્દશા વિશે વાત કરી. અને જણાવ્યુ કે પાકિસ્તાન દેવાદાર બની ગયું છે તેમજ નાદાર થઈ જાય તેવી પરિસ્થિતિ માં પણ મુકાઇ ગયું છે.
પાકિસ્તાનમાં લઘુમતી માં છે એવાં હિંદુ ઓની સ્થિતિ વિશે જણાવ્યુ કે પાકિસ્તાનના ઘોટકીમાં હિન્દુઓને સાંજે 6 વાગ્યા પછી બહાર નીકળવાની મનાઈ છે. ત્યાંની પોલીસનું કહેવું છે કે જો તમે 6 વાગ્યા પછી બહાર નીકળા તો તમને જોખમ થઈ શકે છે.આ બાબત ખુબ મહત્વની છે ભારતમાં મુસ્લિમો કે જેઓ લઘુમતીમાં છે તેમની પરિસ્થિતી અંગે ઉપજાવી કાઢેલી બાબતો અંગે પણ કેટલાક સંગઠનો હોબાળો મચાવે છે ત્યારે તેમને પાકિસ્તાનમાં લઘુમતી માં છે તેવા હિંદુઓ સલામત નથી તે દેખાતુ નથી.