Published by: Rana kajal
પાકિસ્તાનના વડાપ્રધાન વારંવાર પ્રોટોકોલનુ ઉલ્લંઘન કરતા હોવાનું જણાઇ આવ્યું છે તાજેતરમા ઍક મહિલા પાસેથી છત્રી છીનવી લેતા તેઓ ટીકાપાત્ર બન્યા હતા… ફ્રાન્સના પેરિસમાં પ્રોટોકોલ મહિલા ઓફિસર વરસાદમાં છત્રી લઈને મૂકવા આવતા શરીફે છત્રી ઝૂંટવી લીધી, લેડી ઓફિસરને વરસાદમાં પલળવું પડ્યું. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ફ્રાન્સના પેરિસમાં એક લેડી ઓફિસર સાથે ખરાબ વર્તાવ કર્યો હોવાનું એક વીડિયોમાં દેખાતું હતું. શહબાઝ શરીફ ન્યૂ ગ્લોબલ ફાઇનાન્સિંગ પેક્ટ સમિટમાં ભાગ લેવા ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં શરીફ એક પ્રોટોકોલ લેડી ઓફિસર સાથે ખરાબ વર્તન કરતા જોવા મળ્યાં હતા. પ્રોટોકોલ હેઠળ એક મહિલા અધિકારી પાકિસ્તાનના પીએમ શહબાઝને કાર સુધી લેવા આવે છે. આવી સ્થિતિમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મહિલા અધિકારી છત્રી લઈને જતા જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલા અધિકારીને પીએમ શાહબાઝ મળી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ મહિલા અધિકારી પાસેથી છત્રી આંચકીને આગળ વધી જાય છે અને આ દરમિયાન લેડી ઓફિસર વરસાદમાં પલળી જાય છે.




