Home India and Pakistan પાકિસ્તાનનુ આર્થિક સંકટ…પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી મોટો દેવામાં ડૂબેલો દેશ…

પાકિસ્તાનનુ આર્થિક સંકટ…પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી મોટો દેવામાં ડૂબેલો દેશ…

0

Published By : Parul Patel

પાકિસ્તાનની આર્થિક ભીંસ દિવસે દિવસે વધતી જાય છે. પાડોશી દેશ પાકિસ્તાન હવે વિશ્વનો ચોથો સૌથી મોટો દેવું ધરાવતો દેશ બનવા જઈ રહ્યો છે. વૈશ્વિક ધિરાણકર્તા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સ્ટેન્ડબાય એરેન્જમેન્ટ હેઠળ પાકિસ્તાન આગામી નવ મહિનામાં US 3 બિલિયન ડોલરની નવી લોન મેળવવા માટે તૈયાર છે. આ લોન બાદ પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી મોટો IMF લોન લેનાર દેશ બની જશે. થોડાજ સમય પહેલા તે પાંચમા નંબરે હતો.

વૈશ્વિક ધિરાણકર્તાના ડેટાને ટાંકીને, પાકિસ્તાનના મીડિયાના જણાવ્યાં અનુસાર “પાકિસ્તાન, જે 1947માં બ્રિટનથી સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે, તે 31 માર્ચ, 2023ના રોજ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના નાણાકીય સંકટનો સામનો કરવા માટે તૈયાર છે. IMF પાસેથી સૌથી વધુ ઉધાર લેનારા દેશોની યાદીમાં પાકિસ્તાન પાંચમા ક્રમે હતું, પરંતુ હવે પાકિસ્તાન આ યાદીમાં ચોથા સ્થાને જશે જ્યારે તેને આગામી નવ મહિનામાં વધુ US 3 બિલિયન ડોલર મળશે.” જો કે, આ ડીલને હજુ IMF બોર્ડ દ્વારા મંજૂર કરવાની જરૂર છે. આ સોદો આઠ મહિનાના વિલંબ બાદ કરવામાં આવ્યો છે. તેમ છતાં હજી પણ પાકિસ્તાનની આર્થીક હાલત સુધરશે કે કેમ તે અંગે શંકા સેવાઈ રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version