અગાઉ પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલ (PBCC) એ મંગળવારે એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો હતો કે ટીમને ભારતીય વિદેશ મંત્રાલય તરફથી પરવાનગી મળી નથી.તમામ અટકળો અને મૂંઝવણો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હાલમાં ભારત દ્વારા યોજાઈ રહેલા બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનના ખેલાડીઓ અને અધિકારીઓને વિઝા મંજૂર કર્યા છે. ગૃહ મંત્રાલય પાકિસ્તાનના 34 ખેલાડીઓ અને અધિકારીઓને વિઝા આપવા માટે રાજી થઈ ગયું છે. ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ વિદેશ મંત્રાલય પાકિસ્તાન ખેલાડીઓ અને અધિકારીઓને વિઝા આપશે. જેથી તેઓ ભારતમાં 5 થી 17 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે. મંત્રાલયે એક અધિકારીને કહ્યું કે, ગૃહ મંત્રાલયે બ્લાઈન્ડ વર્લ્ડકપમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના 34 ખેલાડીઓ અને અધિકારીઓને વિઝા માટે મંજૂરી મળી ગઈ છે.
પાકિસ્તાનને વર્લ્ડ કપમાં રમવાનો રસ્તો ખુલ્લો , ક્રિકેટ ટીમને મળશે ભારતના વિઝા…
RELATED ARTICLES