Published by : Rana Kajal
પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થા બાદ હવે તેના પોતાના મિત્રો પણ પીઠ ફેરવી રહ્યા છે. એવું લાગે છે કે હવે કોઈ પાકિસ્તાનને મદદ કરવા માંગતું નથી. આ બધું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે પાકિસ્તાનનો નજીકનો મિત્ર મોરોક્કો હવે ભારત સાથે પોતાના સંબંધોને મજબૂત કરવામાં વ્યસ્ત છે. તે પોતાની સેના માટે મેડ ઇન ઇન્ડિયા મિલિટરી ટ્રક ખરીદવા માંગે છે.
ધ ડિફેન્સ પોસ્ટના અહેવાલ મુજબ, મુસ્લિમ દેશ મોરોક્કોની રોયલ આર્મ્ડ ફોર્સિસને ટૂંક સમયમાં જ ભારતથી 92 છ પૈડાવાળી મિલિટરી ટ્રક મળવા જઈ રહી છે. આ ટ્રકોને ભારતીય કંપની ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવી છે. મોરક્કો અને પાકિસ્તાનની મિત્રતા સમગ્ર વિશ્વની સામે મજબૂત મિત્રતા માનવામાં આવે છે. થોડા અઠવાડિયા પહેલા પાકિસ્તાને ફિફા વર્લ્ડ કપમાં મોરોક્કોની જીતને ‘ઈસ્લામ માટે જીત’ ગણાવી હતી.