Published by : Anu Shukla
ભૂખમરી અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં આ દિવસોમાં હાલત ખરાબ છે. લોટ અને વીજળી જેવી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હાલત એટલી ખરાબ છે કે હવે લોકો પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘીઓની ચોરી કરવા લાગ્યા છે.
ચોરીની આવી જ એક ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લામાંથી સામે આવી છે. રાવલપિંડીના જટલીમાં 12 હથિયારધારી શખ્સોએ પોલ્ટ્રી ફાર્મમાંથી મુરઘીઓની ચોરી કરી હતી.
આ ઘટનામાં 12 લોકોએ ચોરીને અંજામ આપ્યો હતો, જેમાંથી આરોપીઓ પાસે હથિયાર પણ હતા. જેના આધારે કર્મચારીઓને બંધક બનાવીને 5 હજાર મુરઘીના બચ્ચાને ચોરીને લઇને ભાગી ગયા.
ઘટના બાદ પોલ્ટ્રી ફાર્મના માલિક વકાસ અહેમદે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કે મોડી રાત્રે લગભગ 12 લોકો પોલ્ટ્રી ફાર્મમાં પહોંચ્યા. તેમાંથી એકની પાસે હથિયાર હતા. ઘટનાના સમયે ફાર્મમાં 3 કર્મચારીઓ હતા. આરોપીઓએ આ 3 કર્મચારીઓને બંધક બનાવી દીધા.
3 મિની ટ્રક સાથે આવ્યા હતા લુંટારાઓ
ફરિયાદકર્તાએ એ પણ જણાવ્યુ કે, લુંટેરાઓ 3 મિનિ ટ્રક સાથે આવ્યા હતા જેમાંથી 2 લોકો પાસે મોટરસાઇકલ પણ હતી. કર્મચારીઓને ફાર્મમાં બંધક બનાવીને તેમને ટ્રકમાં મુરઘીઓને ભરવાનું શરુ કર્યું હતુ. 30 લાખ પાકિસ્તાની કિંમતની મુરઘીઓ લઇને ફરાર થઇ ગયા.
ઘટના બાદ બીજા દિવસે સવારે સ્થાનિક ગ્રામજનોએ બાથરૂમમાં બંધ ત્રણ કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. પોલ્ટ્રી ફાર્મના માલિકની ફરિયાદ પરથી અજાણ્યા લૂંટારુઓ વિરુદ્વ ફરિયાદ નોંધવામાં આવી છે.