Published by : Rana Kajal
- પાકિસ્તાને કાન પકડી કબુલ કર્યું હતું કે યુનોમાં કાશ્મીરનો પ્રશ્ન ઉપસ્થિત કરવો અને સમર્થન પ્રાપ્ત કરવું સહેલું નથી.
યુનોની કોઈપણ સમિતિમાં ‘ટોપિક’ કે ‘એજન્ડા’ની ચર્ચા થતી હોય ત્યાં પાકિસ્તાન કાશ્મીર પ્રશ્ન ઉઠાવતું જ રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કબુલ્યું હતું કે, યુનોના એજન્ડામાં કાશ્મીર પ્રશ્ને કેન્દ્ર સ્થાને મુકવો તે ‘સીધા ચઢાણ’ સમાન છે. ઝરદારીના આ સંદર્ભે ભારત વિષે બોલતા અટવાઈ જતા દેખાતા હતા. પત્રકારોને કરેલા સંબોધન દરમિયાન પહેલા તેઓએ ‘પાડોશી દેશ’ તેમ કહેતા પહેલા ભારતને ‘અમારા મિત્ર’ તેમ કહી દીધું હતું.પત્રકાર પરિષદમાં પત્રકારોએ જ્યારે તેને કાશ્મીર અને પેલેસ્ટાઇન તેમ કહેતાં બંને વચ્ચે સમાંતર રેખા દોરવા અંગે પૂછ્યું, ત્યારે ઝરદારીએ મુક્ત રીતે સ્વીકાર્યું હતું કે, ‘સંયુક્ત રાષ્ટ્રોના એજન્ડામાં કાશ્મીર પ્રશ્ન કેન્દ્ર સ્થાને મુકાવવો તે સીધા ચઢાણ સમાન છે.’ સર્વવિદિત છે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય પરિષદ હોય કે યુનોની કોઈ પણ સમિતિની બેઠક હોય કે યુનોની મહાસભા હોય પાકિસ્તાન હંમેશા ટોપિક હોય કે ન હોય એજન્ડા પણ હોય કે ન હોય છતાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું જ રહ્યું છે. આમ છતાં તેને કોઈ તરફથી કોઈ સધ્યારો કે ટેકો મળી શક્યો નથી.