Published by : Rana Kajal
એશિયન ક્રિકેટ કાઉન્સિલે લીધેલ નિર્ણય… આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનાર એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં નહીં રમાય તેવો નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલે લેતા પાકિસ્તાનને જબરદસ્ત આંચકો લાગ્યો છે… સપ્ટેમ્બર 2023માં યોજાનાર એશિયા કપ ટુર્નામેન્ટ પાકિસ્તાન બહાર આયોજિત કરવાનો નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સીલ એ.સી.સી.એ લીધેલ છે જેના કારણે હવે એ જોવું રસપ્રદ બની જશે કે પાકિસ્તાન આં ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહિ ભાગ લે… મળતી માહિતી મુજબ પાકિસ્તાને હાઈબ્રિડ મોડલ પર આ ટુર્નામેન્ટ આયોજિત કરવા અંગેની દરખાસ્ત રજૂ કરી હતી. જે 6 સભ્ય દેશોએ નકારી કાઢી હતી. હવે આ ટુર્નામેન્ટની યજમાની કોણ કરે છે તે જોવું રહ્યુ…