Published By:-Bhavika Sasiya
- ભારત દ્વારા હજી પાકિસ્તાન ક્રિકેટ ટીમને વિઝા આપવામાં આવ્યા નથી તેથી ભારત દ્વારા વિઝા આપવામાં વિલંબ કરાયો હોવાનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આક્ષેપ કર્યો છે.
- હાલમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે તેની હૈદરાબાદ પહોંચતા પહેલાં દુબઇ જવાની યોજના વિઝા ન મળવાને કારણે રદ કરેલ છે. જોકે પાકિસ્તાનની ટીમ હજુ પણ ભારતના વિઝા મળે તેની રાહ જોઈ રહી છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમની વનડે વર્લ્ડકપ માટે હૈદરાબાદ પહોંચતા પહેલાં દુબઇ જવાની યોજના વિઝાને કારણે રદ થઈ ગઈ છે. એક રિપોર્ટ બાબર આઝમ અને તેની ટીમે વર્લ્ડકપ પહેલાં ટીમને એકજૂથ કરવા માટે દુબઇ જવાની યોજના બનાવી હતી. પરંતુ તેમ થઈ શક્યું નથી. આ યોજના રદ કરવાની ફરજ પડી હતી કારણ કે પાકિસ્તાનની ટીમ હજુ પણ ભારતના વિઝા મળે તેની રાહ જોઈ રહી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય નવ ટીમ પૈકી માત્ર પાકિસ્તાનને જ હજુ સુધી વિઝા નથી મળ્યા. પાકિસ્તાનની ટીમ આગામી અઠવાડિયે યુએઇ જવાની હતી અને 29 સપ્ટેમ્બરે પોતાની પહેલી પ્રેક્ટિસ મેચ રમવા માટે હૈદરાબાદ પહોંચતા પહેલાં થોડા દિવસ દુબઇમાં રોકાવાનું હતું. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ટીમ હવે આગામી અઠવાડિયે રવાના થશે. પાકિસ્તાન ટીમ 2012-13 બાદ પહેલીવાર ભારતના પ્રવાસે આવશે.