પાનોલી જી.આઈ.ડી.સી.ની સકાટા ચોકડી પાસે લૂંટની ઘટનાનો મામલો ત્રણ લૂંટારુઓને ગણતરીના કલાકોમાં ઝડપાય ગયા હતા.
પાનોલી જી.આઈ.ડી.સી.ની સકાટા ચોકડીથી ગુજરાત એગ્રો ચોકડી તરફના માર્ગ પર ડીઓ સ્કૂટર નંબર-જીજે.૧૯.એ. એસ.૬૧૩૪ લઈ આવેલા ત્રણ ઈસમો દ્વારા મંજુબેન પરમાર નામની મહિલાના હાથમાંથી મોબાઇલ ફોન ખૂંચવી પોતાની ડિઓ ગાડી લઈ ભાગવા જતા એક જાગૃત નાગરિક કુલદીપ વિશ્વકર્મા દ્વારા પોતાની ગાડી લઈ લૂંટારુઓની ગાડી સાથે પાછળના ભાગે ટક્કર મારી હતી. જે બાદ લૂંટારુંઓને પકડવા જતા લૂંટારુઓ દ્વારા તેઓને ચપ્પુ બતાવી ઝપાઝપી કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જે બાદ લૂંટારુંઓની ગાડીમાં ખામી સર્જાતા પોતાની ગાડી મૂકી ત્યાં રહેલ જૂની સ્પ્લેન્ડર લઈને નાસી છૂટયા હતા.આ ઘટનાને પગલે પાનોલી પોલીસે પાનોલી વિસ્તારમાં કડક વોચ ગોઠવી ગણતરી ના કલાકોમાં આરોપી રાહુલ કુમાર વસાવા, કિશન કુમાર ચૌહાણ , મિતેષ વસાવા ત્રણેય રહે. દાદરી ફળિયુ ,અંબા ચોક માંગરોળને ઝડપી લીધા હતા. સાથે પોલીસે લૂંટ થયેલ સ્પ્લેન્ડર બાઈક પણ રિકવર કરી ત્રણે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.