- પડકાર ફેકનાર યુવાનની બાઈકની લુંટ ચલાવી લુંટારાઓને ફરાર
- પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પાનોલી જી.આઈ.ડી.સી.ની સકાટા ચોકડી નજીક મહિલાનો ફોન અને પડકાર ફેકનાર યુવાનની બાઈકની લુંટ ચલાવી લુંટારાઓને ફરાર થઇ ગયા હતા
મૂળ મધ્ય પ્રદેશનો અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામની હમજા પાર્ક ખાતે રહેતા કુલદીપ રામવિશાલ વિશ્વકર્મા પોતાની બાઈક નંબર-જી.જે.૦૫.બી.કે.૭૮૪૭ લઇ પાનોલી જી.આઈ.ડી.સી.ની સકાટા ચોકડી નજીકથી નોકરી પર જતા હતા તે દરમિયાન ગુજરાત એગ્રો ચોકડી તરફ જવાના માર્ગ ઉપર ડીઓ મોપેડ નંબર-જી.જે.૧૯.એ.એસ.૬૧૩૪ પર આવેલ ત્રણ ઈસમોએ ત્યાંથી પસાર થતી મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી ભાગવા જતા બાઈક સવારે લુંટારાઓનો પીછો કરી પડકાર ફેકતા ત્રણેય લુંટારાઓ મોપેડ પરથી નીચે પડી ગયા હતા

જેઓએ પડકાર ફેકતા યુવાનને ચપ્પુ બતાવી ધીક્કા પાટુનો માર મારી ફોનની અને કુલદીપ વિશ્વકર્માની બાઈકની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા જો કે લુંટારાઓએ પોતાની મોપેડ ફેંકીને ભાગવું પડ્યું હતું લુંટ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.