અંકલેશ્વર હાઇવે ઉપર અકસ્માતોની હારમાળા જોવા મળી રહી છે ત્યારે એક ટેન્કર ચાલક પાનોલી નજીકથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન તેનું સ્ટેયરીંગ ઉપર કાબુ નહિ રહેતા ટેન્કર માર્ગની બાજુમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેન્કરનો પાછળનો ભાગ કેબીન તરફ ધસી આવતા ચાલકને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.