- કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
- રક્તદાન કેમ્પમાં ૨૭૦ યુનિટ રક્ત એકત્રિત કરાયું
અંકલેશ્વરના પાનોલી GIDC માં આવેલ જે.બી.મોદી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લીમીટેડ દ્વારા ફાઉન્ડર્સ ડે નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
અંકલેશ્વરના પાનોલી GIDC ની જે.બી.મોદી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપની આવેલ છે આ કંપની ખાતે આજરોજ સ્થાપક જે.બી.મોદીના જન્મ દિવસ અંતર્ગત ફાઉન્ડર્સ ડે નિમિત્તે રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં ૨૭૦ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું આ કેમ્પમાં કંપનીના પ્રેસિડેન્ટ ભરત ધાનાણી, HR હેડ ભરતસિંહ પરમાર, HR હેડ રજનીકાંત પટેલ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકના જે.જે.ખીલવાણી, સ્ટાફ સહિત કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.