Published by : Rana Kajal
આજકાલ અનિયમિત ખાનપાને કારણે હેલ્થ પર ખરાબ પ્રભાવ પડે છે જેના કારણે વાળને સૌથી મોટુ નુકસાન થાય છે અને વાળ ખરવા લાગે છે. આ માટે વાળને નેચરલ લુક તમે આપવા ઇચ્છો છો તો આ પાલકનો હેર પેક તમારા માટે સૌથી બેસ્ટ છે. માર્કેટમાં મોંઘી પ્રોડક્ટ્સ અનેક જગ્યાએ મળે છે પરંતુ જો તમે પાલકનો ઉપયોગ નેચરલ કલર રીતે વાળમાં કરો છો તો સૌથી બેસ્ટ છે. પાલકમાંથી બનાવેલો આ હેર કલર તમને મસ્ત રિઝલ્ટ આપે છે. આ સાથે જ તમારા ખરતા વાળ બંધ થઇ જાય છે અને વાળ સિલ્કી પણ થાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પાલકમાંથી હેર કલર.
સામગ્રી
એક કપ સુકાયેલા પાલક
એક કપ ઇન્ડિગો પાવડર
એક ચમચી ઇંડા
½ ચમચી હળદર
હેર કલર બનાવવાની રીત
પાલકમાંથી હેર કલર બનાવવા માટે સૌથી પહેલાં 100 ગ્રામ પાલકના પાનને કપડાથી સાફ કરી લો.
ત્યારબાદ પાલકને કટ કરી લો અને તડકામાં એક દિવસ માટે સુકવી દો.
પછી એક બાઉલમાં ઇન્ડિગો પાવડર લો અને એમાં ઇંડા-હળદર નાંખો.
હવે પાલકના પાનને મિક્સરમાં નાંખો અને પીસી લો.
જરૂર મુજબ આમાં હુંફાળા પાણી મિક્સ કરો. તમે ઇચ્છો છો તો આમાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો.
તો તૈયાર છે તમારો હેર કલર.
આ હેર કલરને તમે સ્ટોર પણ કરી શકો છો.