- તસ્કરોએ સ્ટોર રૂમના પાછળના ભાગે બાકોરું પાડી પ્રવેશ કર્યો
- એસ.એસ.બેરીંગો સહીત ૧૦ લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા
- ચોરી અંગે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચના પાલેજ પાસે આવેલ સ્ટીલકો ગુજરાત લીમીટેડ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી એસ.એસ.,બેરીંગો સહીત ૧૦ લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
ભરૂચના પાલેજ પાસે આવેલ સ્ટીલકો ગુજરાત લીમીટેડ કંપની આવેલ છે જે કંપનીમાં સ્ટીલની સીટો બનાવે છે જે કંપનીને ગત તારીખ-૧૨-૧૧-૨૨ થી ૨૫-૧૧-૨૨ સુધી તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના સ્ટોર રૂમના પાછળના ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્ટોર રૂમના કબાટમાં મુકેલ ૨૩૫ પ્રકારની બેરીગો,બુશ-આર્મ અને એસ.એસ.નો સામાન તેમજ કેબલ,સ્પેર મળી કુલ ૧૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ વિષ્ણુ પ્રસાદ રાવલએ પાલેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.