Published by : Rana Kajal
નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા 5 લોકો ભટકાઈ જતા ત્રણના કરનું મોત નિપજ્યા છે જયારે એક ગંભીર હાલતમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હોસ્પિટલ ખસેડાયેલા રમેશભાઇ તથા અક્ષીતભાઇ સારવાર મળે તે પહેલાજ મૃત્યુ પામ્યા હતા જયારે ટૂંકી સારવાર બાદ વધુ એકે અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહોને પોસ્ટ મોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડી પીકઅપ વાનના ચાલાક કેશભાઇ રાઘવભાઇ માંગુકીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નારેશ્વર દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં એકજ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતની ફરિયાદ દાખલ કરી મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.