Published by : Vanshika Gor
સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ‘પુષ્પા: ધ રૂલ’નું ટીઝર લોન્ચ કર્યું હતું. અલ્લુનો આ નવો ગેટઅપ જોઈને તેના ફેન્સ ચોંકી ગયા હતા. તેનું આ ગેટઅપ મહાકાળી માતા સાથે સંબંધિત હોય તેવું લાગી રહ્યું છે. અલ્લુ અર્જુનના આ લુક સામે ચાહકોની બે પ્રતિક્રિયા સામે આવી કેટલાકને પસંદ આવ્યો તો કેટલાક મહાકાળીનો વેશ ધારણ કરીને હિંદુ દેવી-દેવતાનું અપમાન ગણાવીને નારાજગી વ્યક્ત કરતા દેખાયા. અમુક લોકો દ્વારા એવી પ્રતિક્રિયા મળી કે, ‘અમે અમારા ધર્મનું અપમાન સહન નહી કરીએ.’
સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ‘પુષ્પા: ધ રૂલ’નું ટીઝર લોન્ચ કર્યું હતું. અલ્લુનો આ નવો ગેટઅપ જોઈને તેના ફેન્સ ચોંકી ગયા હતા. તેનું આ ગેટઅપ મહાકાળી માતા સાથે સંબંધિત હોય તેવું લાગી રહ્યું છે. અલ્લુ અર્જુનના આ લુક સામે ચાહકોની બે પ્રતિક્રિયા સામે આવી કેટલાકને પસંદ આવ્યો તો કેટલાક મહાકાળીનો વેશ ધારણ કરીને હિંદુ દેવી-દેવતાનું અપમાન ગણાવીને નારાજગી વ્યક્ત કરતા દેખાયા. અમુક લોકો દ્વારા એવી પ્રતિક્રિયા મળી કે, ‘અમે અમારા ધર્મનું અપમાન સહન નહી કરીએ.પુષ્પા-2ના પોસ્ટર પર કેટલાંક સોશિયલ મીડિયા યુઝર્સે નારાજગી પણ વ્યક્ત કરી હતી. એક યુઝર્સે લખ્યું, ‘દેવી જેવું વેશ ધારણ કરી હાથમાં બંદુક પકડી રાખી છે. ફિલ્મમાં એક ગેંગસ્ટરનું રોલ કરી રહ્યો છે, કોઈને પણ અમારી આસ્થા સાથે મજાક કરવાનો અધિકાર નથી.’