Published by : Rana Kajal
પૂજા બિશ્રોઈએ અંડર 19 ઓલ ઈન્ડિયા આઈપીએસસી ટૂર્નામેન્ટમાં 3 હજાર મીટરની દોડમાં રેકોર્ડ બનાવવાની સાથે જ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય 800 મીટર, 1500 મીટર, 4 કિમી ક્રૉસ કંન્ટ્રીનો પણ ખિતાબ જીત્યો છે. પૂજાએ બેસ્ટ એથલીટ એવોર્ડ પણ પોતાને નામ કર્યો છે.આટલું જ નહિ કોહલીના ફાઉડેશને જોધપુરમાં તેમણે એક ફ્લેટ પણ આપ્યો છે.
પૂજા બિશ્રોઈએ 5 ખિતાબ જીતી વિરાટ કોહલીનો આભાર માન્યો છે. તેમણે અહિ સુધી પહોંચવા માટે કોહલી અને તેના ફાઉડેશનનો મોટો હાથ છે.5 વર્ષની ઉંમરમાં સિક્સ પૈક બનાવી દુનિયાભરમાં છવાઈ પૂજા બિશ્રોઈ 3 વર્ષની ઉંમરમાં એથ્લિટ બનવાનું નક્કી કરી લીધું હતુ, તેનો આ જુસ્સો જોઈ કોહલીનું ફાઉડેશન તેનો સમગ્ર ખર્ચ ઉઠાવી રહ્યું છે.