Published By : Patel Shital
- સ્ટાઇલિશ બેટ્સમેન અને સુનિલ ગાવસ્કર સાથે ઓપનિંગ…
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર એવા પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ પર બેંગલોરના લેખકે પુસ્તક લખ્યું છે. જેનું લોકાર્પણ જાણીતા ક્રિકેટર સુનિલ ગાવસ્કર કરશે. પુર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની યાદગાર ઈનિંગ વિન્ડીઝ સામેની ઇનિંગનો સમાવેશ થાય છે. વર્ષ 1976 માં ભારતની ટીમે વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન એક ટેસ્ટમાં ભારતનો વિજય થતા વિન્ડીઝે તેનો બદલો લેવા અન્ય મેચમાં બોડી લાઈન રણનીતિનો સહારો લીધો હતો. જેમા અંશુમાન ગાયકવાડને કાનના ભાગે ઇજા પહોંચી હતી. પરંતું તે પહેલાં તેણે 81 રન બનાવી લીધા હતા.
