Published By : Parul Patel
ભરૂચના પુરઅસરગ્રસ્ત વેપારીઓને થયેલા આર્થિક નુકસાન અંગેનું સર્વેની કામગીરી વચ્ચે ધારાસભ્ય અને કલેકટરે સહાય અંગે બેઠક યોજી ચર્ચા કરી હતી.

ભરૂચ જિલ્લામાં ગત તારીખ 17 સપ્ટેમ્બરના રોજ ભારે પૂરને પગલે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકશાન થયું છે. જેને લઈ સરકાર દ્વારા પૂરના પાણીના કારણે થયેલ નુકસાન થયેલ લોકો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે જેના લઈ આજરોજ ભરૂચ જિલ્લા દાંડિયા બજારમાં આવેલ સમસ્ત ખત્રી સમાજની વાડી ખાતે સ્થાનિક વેપારીઓને સરકારી સહાય અંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેકટર તુષાર સુમેરા સહિતના અધિકારીઓએ સહાયને લઈ ચર્ચા વિચારણા કરી હતી અને જરૂરી માર્ગ દર્શન આપ્યું હતું. જ્યારે વેપારીઓએ સરકારી સહાય કરતાં વધુ નુકશાન થયું હોવાનું જણાવ્યુ હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારી યુ.એન જાડેજા, જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, વોર્ડના સભ્ય સુરભી તબાકુવાળા, રાકેશ કહાર, ચેતન રાણા અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.