Published By : Aarti Machhi
ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પર સતત તાપમાનમાં નોંધાપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલ પોતાના દેશને વધુને વધુ વિકસિત બનાવવા માટે મોટાભાગના દેશો વધુને વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે. એવામાં અમેરિકન સ્પેસ એજન્સી (નાસા) એ એક ભયજનક વીડિયો જાહેર કર્યો છે, જેમાં દુનિયાભરમાં કાર્બન ડાયોક્સાઈડના વાદળો જોઈ શકાય છે. આ નકશો એક ખાસ કોમ્પ્યુટર અને મોડલ દ્વારા બનાવવામાં આવ્યો છે. કાર્બન ડાયોક્સાઇડનો આ નકશો GEOS (ગોડાર્ડ અર્થ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ) નામના મોડેલ દ્વારા બનાવવામાં આવ્યો છે. GEOS એ સુપર કોમ્પ્યુટર દ્વારા સંચાલિત હાઇ-રીઝોલ્યુશન વેધર રીએનાલિસિસ મોડલ છે. તેના દ્વારા વાતાવરણની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે.
આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ભળી રહ્યો છે અને તે કેટલો નુકસાનકારક સાબિત થઇ શકે છે. નાસાના વૈજ્ઞાનિક લેસ્લી ઓટના જણાવ્યા અનુસાર ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયાના વિકસિત દેશો સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે.
https://x.com/NASAClimate/status/1816170430161469550?t=1W9Rq1aFUAUGTH2f2Y15mQ&s=19