Home International પેન્ટાગોને કહ્યું કે 2035 સુધીમાં ચીન પાસે લગભગ 1,500 વોરહેડ્સ એટલે કે...

પેન્ટાગોને કહ્યું કે 2035 સુધીમાં ચીન પાસે લગભગ 1,500 વોરહેડ્સ એટલે કે મિસાઈલ, રોકેટ અથવા ટોર્પિડોનો ભંડાર હોવાની સંભાવના…

0

ચીન સતત પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરી રહ્યું છે. ભારત સહિત વિશ્વ માટે ચિંતાનો વિષય એ છે કે ચીન સતત તેના પરમાણુ હથિયારોની ક્ષમતા વધારવામાં વ્યસ્ત છે. જે ખતરારૂપ બની શકે છે. અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગોનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન પોતાની પરમાણુ શક્તિને ખૂબ જ ઝડપથી વધારી રહ્યું છે. કે ચીન પરમાણુ હથિયારોની સંખ્યા વધારવા માટે સતત કામ કરી રહ્યું છે. જો તે આ જ ઝડપ સાથે કામ કરતું રહેશે તો 2035 સુધીમાં ચીન પાસે 1500 પરમાણુ હથિયારો હશે. હાલમાં ચીન પાસે 350 થી વધુ પરમાણુ હથિયારો છે.

રશિયા પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે. 5,977, જ્યારે યુએસ પાસે 5,428 છે. ભારત પાસે માત્ર 159 પરમાણુ હથિયાર છે. પેન્ટાગોનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને 2021માં 135 બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ પણ કર્યા હતા. સમગ્ર વિશ્વમાં ગયા વર્ષે કરવામાં આવેલા પરીક્ષણોમાં આ સંખ્યા સૌથી વધુ છે. વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ તેની વધતી જતી સૈન્યને શક્તિ આપવા માટે પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં વધારો કરી રહ્યો છે.

અમેરિકી સંરક્ષણ અધિકારીએ કહ્યું કે ચીનનો આ ઈરાદો ખૂબ જ ચિંતાજનક છે. આ દેશ રાજકીય રીતે યુએસ માટે નોંધપાત્ર પડકાર બની શકે તેવી ક્ષમતા ધરાવે છે. ટેક્નોલોજી પણ આ માટે એક પડકાર હોવાનું મોટું કારણ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version