Published by : Vanshika Gor
સ્પાઈડરમેન કોને પસંદ નથી નાનાથી લઇને મોટા બધાનો જ ફેવરેટ સુપર હીરો સ્પાઈડરમેન છે.મોટા બજેટમાં બનેલી તેની પિક્ચર અજબોનો બિઝનસ કરે છે.માનવતાને બુરાઈથી બચાવવુ અને મલ્ટીવર્સની રક્ષા કરવી કોઈ સરળ કામ નથી. આ જવાબદારીઓ સાથે સ્પાઈડરમેન પાછો આવી ગયો છે.
લાંબી રાહ જોયા બાદ સ્પાઈડર-મેન: અક્રોસ ધ સ્પાઈડર-વર્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. માઈલ્સ મોરાલેસની પાસે આ વખતે વધુ એક મોટુ મિશન છે. સ્પાઈડર-મેન: એક્રોસ ધ સ્પાઈડર-વર્સનું ટ્રેલર રોમાંચથી ભરપૂર છે. આ વખતે સ્પાઈડર-મેનની પાસે મલ્ટીવર્સમાં હાજર દરેક સ્પાઈડર-મેન, સ્પાઈડર-વુમન અને સ્પાઈડર-પર્સનને બચાવવાની જવાબદારી છે. આ ફિલ્મ ભારતમાં 10 ભાષાઓમાં રિલીઝ થશે. આ વખતે તમે પવિત્ર પ્રભાકરના નામના ઈન્ડિયન સ્પાઈડર-મેનને પણ મળી શકશો.
સ્પાઈડરમેન ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો સુપરહીરો છે. સ્પાઈડર-મેન ‘નો વે હોમ’ ને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મની ખાસ વાત એ છે કે પહેલીવખત ભારતીય સ્પાઈડર-મેન પવિત્ર પ્રભાકરને સીધા મુંબટ્ટન ના રસ્તા પર બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ 2 જૂને થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મને લઈને ચાહકો ખૂબ ઉત્સુક છે.
ફિલ્મનું નિર્દેશન જોકિમ ડૉસ સૈંટોસ, કેમ્પ પૉવર્સ અને જસ્ટિન કે. થૉમ્પસને કર્યુ છે. સ્પાઈડર-મેન: એક્રોસ ધ સ્પાઈડર-વર્સ 2 જૂન 2023એ થિયેટરોમાં અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી અને બંગાળીમાં રિલીઝ થશે.