- 125 સામે નામ જોગ જ્યારે 1000 નાં ટોળા સામે પણ ફરીયાદ…
પોરબંદર ખાતે હજી પણ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જણાઈ રહી છે જૉકે પોલિસ તંત્રના જણાવ્યા મુજબ પરિસ્થિતી કાબુમાં છે. પોરબંદરમા દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યુ હતુ તેના અનુસંધાને મુરાદશા પીરની દરગાહનુ ડીમોલિશન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ રિક્ષા અને અન્ય વાહનોમા લોકોના ટોળા આવી ગયા હતા ટોળા દ્વારા મારબલના ટુકડાનો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 5 પોલિસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પોરબંદરના કીર્તિમંદિર, ઉદ્યોગ નગર, રાણાવાવ, કુતિયાણા વગેરે વિસ્તારમાં 144 કલમ લાગુ પાડવામાં આવી હતી. SRP સહિત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી વધારાના પોલિસ સ્ટાફને પોરબંદરમા નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમ છતા હજી પોરબંદરમાં તણાવ ભરેલ પરિસ્થિતી જણાઈ રહી છે પોલિસ તંત્ર દ્વારા શાંતિ સ્થપાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. આવનારા સમયમાં બનાવમાં સંડોવાયેલાઓની અટક કરવામાં આવશે એમ પોલિસ સૂત્રોએ જણાવ્યુ હતુ.