આઝાદી પછી પહેલીવાર સંભલ જિલ્લામાં દલિત વરરાજા ઘોડી પર ચઢ્યો હતો જૉકે દલિત દીકરીના લગ્નમાં SPએ બંદૂક સાથે 60 જવાન તૈનાત કર્યાં હતાં. મળતી માહીતી મુજબ આ વિસ્તારમા ઉચ્ચ જાતિના લોકો ક્યારેય દલિત પરિવારોને ધામધૂમથી લગ્ન કરવા દેતા નથી તેથીજ દેશની આઝાદી પછી પહેલીવાર સંભલ જિલ્લાના લોહાવઈ ગામમાં એક દલિત વરરાજા ઘોડી પર ચઢ્યો. પરંતુ ધામધૂમથી નીકળેલા વરઘોડા માટે 5 ડઝન એટલે કે 60 પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત હતા. પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, જો સુરક્ષા આપવામાં નહીં આવે તો ગામના ઉચ્ચ જાતિના લોકો સરઘસ કાઢવા દેશે નહીં.
જોકે હવે દલિત પરિવારે પોલીસનો આભાર માન્યો છે.ઉત્તર પ્રદેશના થાણા જુનવાઈ વિસ્તારના લોહાવઈ ગામમાં રહેતી દલિત પુત્રીના પિતાએ સંભલના એસપી ચક્રેશ મિશ્રાને પત્ર મોકલ્યો હતો. ફરિયાદી રાજુ વાલ્મિકીએ લખ્યું છે કે, ઉચ્ચ જાતિના સમાજના લોકો ગામમાં દલિત પુત્ર કે પુત્રીના લગ્નનો વરઘોડો કાઢવા દેતા નથી. દેશની આઝાદી પછી અને આટલા વર્ષો પછી પણ આ પરંપરાનો અંત આવ્યો નથી. હવે તેની પુત્રી રવીનાની જાન બદાયુ જિલ્લામાંથી આવી રહી છે, અને તે ઈચ્છે છે કે ગામમાં ઘોડા અને વાજિંત્રો સાથે વરઘોડો નીકળે. લોહાવઈ એ ઉચ્ચ જાતિનું પ્રભુત્વ ધરાવતું ગામ છે અને અહીંના ઉચ્ચ જાતિના લોકો ક્યારેય દલિત પરિવારોને ધામધૂમથી લગ્ન કરવા દેતા નથી. તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડા નુ આયોજન કરવામાં આવ્યું હતું..